સિધ્ધરુદ્ર બ્રાહ્મણો યજુર્વેદ શાખાની બે શાખાઓમાંની માધ્યન્દિન વાજસનેયી શાખાના બ્રાહ્મણો છે. આગળના સમયમાં આ સમાજનો મુખ્ય વિષય અને વ્યવસાય યજ્ઞિય કાર્ય, ઉપાસના અને સમાજના શુભ પ્રસંગોએ કર્મકાંડ વિધીઓ કરાવવાનો જ રહ્યો હશે. આજે સંજોગો બદલાયા હોવા છતાં ઘણા મહોદયો આ કાર્ય સાથે જોડાયેલા છે. મોટો વર્ગ પોતાની પાસે સારી એવી જમીન હોવાથી ખેતી કાર્યનો સ્વિકાર કરેલ છે. જેઓ સમય કાળે પટેલ તરીકે ઓળખાવા લાગ્યા.
સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજનું આગમન અને સ્થિર થવું માર્કન્ડેય મુનિ લિખિત શ્રી વાયુ સુક્ત શિવસંહિતા નર્મદા માહાત્મય અધ્યાય ૩૩૩ થી ૩૩૫ માં જણાવ્યા મુજબ શ્રી મહેશ્ર્વર મહાદેવને બ્રહ્મ હત્યાનું પાપ લાગવાથી તેના નિવારણ માટે પૃથ્વી પર ફરતા ફરતા નર્મદા નદીના દક્ષિણ તટે (કિનારે) વર્ધમાનપુર (સજોદ) આવ્યા. અહીંયા શ્રી મહેશ્ર્વરે કઠીન
તપશ્ર્ચર્યા અને પાપનું પ્રાયશ્ર્ચિત કર્યું. અહીંયા સર્વદેવો અને મુનિઓ પણ આવ્યા. એક ખાડો ખોદી સર્વે તીર્થો અને નદીઓનું આવહન કર્યું. આ ખાડામાં મહેશ્ર્વરને પૂજન અને સ્નાન કરાવી પાપ મુક્ત કર્યા. તે ખાડો રુદ્ર કુંડ તરીકે પ્રસિદ્ધ થયો. ત્યાં સિધ્ધેશ્ર્વરી સહિત સિધ્ધેશ્ર્વર મહાદેવનું સ્થાપન કર્યું.
© Copyright 2017. gsrthemes9. All rights reserved.